કોળી-ઠાકોર સમાજનું ભાવનગર ખાતે મહાસંમેલન - ૧૯-૧૦-૨૫
નમસ્કાર….. ભારત માતાકી જય.
તા. 19/10/2025 ના રોજ ભાવનગર, કૃષ્ણનગર ખાતે વિશ્વ કોળી -ઠાકોર સમાજ એકતા મહાસંઘ ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતીજીના અધ્યક્ષ પણા હેઠળ સમસ્ત કોળી-ઠાકોર સમાજના 70 થી વધુ સંગઠન ના આગેવાનોની મિટિંગ થઇ હતી જેમાં નીચેના મુદ્દાઓની ચર્ચા થઈ હતી.
🌺સમસ્ત કોળી -ઠાકોર સમાજને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરવા, સમાજને શૈક્ષણિક રીતે આગળ લાવવા,, કુરિવાજો માંથી મુક્ત કરવા,,.
🌺 સમાજ ને વસ્તી મુજબ હક અને અધિકાર મળે,, તેમજ ઓબીસી સમાજ ને તાત્કાલિક ધોરણે 54% અનામત મળે.54% ઓબીસી અનામત બાબતે દરેક જિલ્લા માં આવનાર સમય માં કલેકટરશ્રીને આવેદન આપવામાં આવશે.
🌺 કોળી-ઠાકોર નિગમમાં લોન લેવા માટે સમય મર્યાદા વધારવામાં આવે તેમજ ઠાકોર-કોળી નિગમમાં લોન લેવા માટેના નિયમો હળવા કરવામાં આવે તેમજ નિગમમાં કોળી-ઠાકોર સમાજ માંથી ચેરમેન નિમણુંક કરવામાં આવે તેમજ નિગમમાં ભંડોળ વધારવામાં આવે.
🌺 આવનાર પોલીસ ભરતીમાં દોડના માર્ક ઉમેરવામાં આવે.
🌺GPSC ની મૌખિક પરીક્ષામાં માર્ક નાબૂદ કરવામાં આવે.
🌺 કરાર આધારિત આઉટ સોર્સ ની ભરતી બંધ કરવામાં આવે.
🌺 સમાજ ને વ્યસન મુક્ત થવા આહવાન કરવામાં આવ્યું.
🌺સમાજ ને થતા દરેક પ્રકાર ના અન્યાયનો સામનો કેવી રીતે કરવો તેની ચર્ચા કરવામાં આવી.
🌺 સમસ્ત કોળી -ઠાકોર સમાજ ઉપર થયેલા ખોટા કેસ નાબૂદ કરવામાં આવે તેવી સરકારશ્રીને રજુવાત કરવી.
🌺દરેક જિલ્લા અને તાલુકામાં સમાજ ને જાગૃત કરવા સામાજિક સેમિનાર કરવાનું નક્કી થયેલ.
🌺 સમાજ ના દરેક ગામમાં સમૂહ લગ્નનું આયોજન થવું જોઈએ જેથી આજના સમયમાં ફાલતુ ખર્ચની બચત થાય.
🌺 સમાજ ને વસ્તી મુજબ પ્રતિનિધિત્વ મળે તે બાબતે ચર્ચા કરવામાં આવી.
🌺 આવનાર સમયમાં સમાજ ઉપર થયેલા ખોટા કેસ રદકરવામાં નહીં આવે તો દરેક ગામડાઓ, તાલુકા અને જિલ્લા માંથી ગાંધી સિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી થયેલ.
🌺 સમાજ ને આર્થિક, સામાજિક શૈક્ષણિક, રાજકીય શોષણ થાય છે તેની પણ ચર્ચા કરવામાં આવી હવે અન્યાય સહન કરવામાં નહીં આવે તે બાબતે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી.
લી. વિશ્વ કોળી -ઠાકોર એકતા મહાસંઘ






