આવો સૌ સાથે મળીને

કોળી-ઠાકોર સમાજ ને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને સમાજ ના હક અધિકાર માટે કાર્ય કરીએ.

latest updates

  • તા. ૧૯/૧૦/૨૫ ના રોજ કૃષ્ણનગર કોળી જ્ઞાતિ ની વાડી, ભાવનગર ખાતે કોળી ઠાકોર સમાજનું  સંમેલન થવાનું હોઈ સમાજ પ્રેમીઓ ને હાર્દિક આમંત્રણ છે.
  •  
  •  

Who We Are

આંતરાષ્ટ્રીય અધ્યક્ષ

શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતીજી મહારાજ (ગોલ્ડ મેડાલીસ્ટ)

સમસ્ત કોળી-ઠાકોર સમાજ જાગો, સંગઠિત બનો અને જ્યાં સુધી સત્તા માં ન આવો ત્યાં સુધી અથાક મહેનત કરો.

ગુજરાત પ્રદેશ પ્રમુખ

શ્રી પરશોત્તમભાઈ માલકિયા

હું સંગઠનમાં પ્રતિજ્ઞા લવ છું કે મારા અંગત કે વ્યક્તિગત લાભ લેવા માટે હું સમાજ નો ક્યારેય ખોટો ઉપયોગ કરીશ નહી તેમજ સમાજ ને ખોટા માર્ગે લઇ જઈશ નહી.

રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ

શ્રી શૈલેશભાઈ મેર

વિખેરાયેલો સમાજ અને વિખેરાયેલો પરિવાર ક્યારેય રાજા બની શકતો નથી પરંતુ આપસમાં લડી ને બીજાને રાજા ચોક્કસ બનાવે છે.

શિક્ષણવિદ્દ

શ્રી હેમુભાઈ બારૈયા, (M.A ઇતિહાસ)

હિંમત, નિર્ભયતા, સ્વતંત્રતા, શૂરવીરતા, હોશિયારી, જોમ-જુસ્સો, સાહસિકતા, વીરતા,સભાનતા, ચપળતા, સતર્કતા, કાયમી જગૃત બની જાવ નહિ કે બીજાના રીમોટ.

What We Do

01.

— વ્યસન મુક્ત સમાજ

સમાજને દારુ, જુગાર, પાન-માવા, બીડી વિગેરે જેવા વ્યસનોના દુષણો થી મુક્તિ અપાવવા, સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા વ્યાપક રીતે લોક જાગૃતિના કાર્યક્રમો કરવા.

02.

— અંધશ્રદ્ધા મુક્ત સમાજ

સમાજ માટે નુકશાન કારક, અતાર્તિક અને અવૈજ્ઞાનિક દોરા-ધાગા, માનતાઓ, બલીપ્રથા, હવન- યજ્ઞો, કથાઓ, તાંત્રિક ઓછડિયાઓ, માંડવાઓ, રુઢિંઓ, વિગેરે થી મુક્તિ અપાવવા જન જાગૃતિના કાર્યક્રમો કરવા.

03.

— શિક્ષિત સમાજ

સમાજ સંપૂર્ણ રીતે શિક્ષિત બને, રોજગારી મળે અને જીવનમાં કામમાં આવે તેવું શિક્ષણ  મળે, યુવાનો/યુવતીઓ પુરતું ઊચ્છ શિક્ષણ મેળવે તે માટે સતત કાર્યશીલ રેહવું અને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પડવી.

04.

— આર્થિક રીતે સદ્ધર સમાજ

ગરીબી માં સપડાયેલા સમાજને આર્થિક રીતે સદ્ધર કરવા માટે સમાજ ના લોકો રોજગારી યોગ્ય શિક્ષણ મેળવે, ઉદ્યોગ સાહસિક બને, યોગ્ય જગ્યા એ રોકાણ કરે, બચત કરે , મની મેનેજમેન્ટ શીખે તે માટે ના કાર્યક્રમો કરવા.

05.

— સામાજિક એકતા ની સ્થાપના

સમાજ પોતાનો વાસ્તવિક ઈતિહાસ જાણી, એકતા ની શક્તિ ને ઓળખી  મન ભેદ, વિચાર ભેદ દુર કરી એક સાથે, એક મંચ પર બેસી સમાજ ને યોગ્ય દિશામાં લઇ જાય તે માટે ના કાર્યક્રમો આયોજિત કરવા.

06.

— રાજકીય એકતા અને સદ્ધરતા

સમાજમાં રાજકીય રીતે જાગૃતિ લાવવી, પોતાના મત ની કિંમત સમજાવવી, અયોગ્ય અને લે ભાગું  નેતાઓ ને ઓળખી તેને દુર કરી યોગ્ય નેતા ને તક આપવી, લોકશાહી અને બંધારણ ને મજબુત કરવા માટેના કાર્યક્રમો તૈયાર કરવા.

News Media

img 20251009 wa0026
img 20251009 wa0028
Scroll to Top